કાગડે કા
ઊંઘ આવે પણ નહીં ને કાગડો બોલે,
એ લખાવે પણ નહીં ને કાગડો બોલે.
આવ, સૂતી ચેતના પર માર ઘણનાં ઘા,
ગીત ગાવે પણ નહીં ને કાગડો બોલે.
આ ગળું છે જે ગળે મારેય મળવું છે,
મિત્ર દાવે પણ નહીં ને કાગડો બોલે.
જે કરે છે કામ એ પાકું ન હોવાથી,
પાર લાવે પણ નહીં ને કાગડો બોલે.
કાગડો ઊગી શક્યાની ધારણા બોલી,
કાગ વાવે પણ નહીં ને કાગડો બોલે.
લોક સૌ ભેગું મળીને કાગડે કા થ્યુ,
સૌ ફસાવે પણ નહીં ને કાગડો બોલે.
વેલ નાગરની હતી એ છોકરી નમણી,
પાન ચાવે પણ નહીં ને કાગડો બોલે.
- અનિલ વાળા
No comments:
Post a Comment