લેખો લલાટના હું, ડસ્ટર લઈને લૂછું,
કોરી સિલેટ હો તો અક્ષર કદાચ ઘૂંટું.
એ કાગડો હજી પણ બારીમા આવે છે ને,
બસ ચેક એ કરે કે, કોઈ પડ્યું છે ભૂલું ?
ઘરડા થયા સમયના કાંટા હજીય વાગે,
હોવાપણાના જખમો તાજા છે ક્યાં હું મૂકું ?
અગવડ પડી જરા તો પ્રશ્નો મને થયા કે,
ઠોકર છે એને ઝૂકું ? મારી છલાંગ કૂદું ?
એનો લગાવ છે તો પણ એ ખબર નથી કે,
ક્યારે આ શ્વાસ રાખું, ક્યારે આ શ્વાસ ચૂકું.
ગુંજન ગાંધી
No comments:
Post a Comment