Tuesday, 10 January 2017

ગઝલ

હવે એક એવી જ ક્ષણ આવશે
વટાવી હવે રાહ રણ આવશે

જરા જો ચહેરો, અરે ઓ સનમ
હશે પ્રેમ તો યાદ પણ આવશે

જરૂરી નથી માનવી કે, મળે
તને ભાગમાં માત્ર કણ આવશે

કરો જાદુ તેના ઉપર કેમકે
તને યાદમાં એક જણ આવશે 

કહે કેમ જીવીશ તારી વિના
હવે માત્ર યાદોનુ ધણ આવશે
        
      - હિરેન સોરઠિયા

No comments:

Post a Comment