Tuesday, 10 January 2017

ગીત

એ કેવું ?

ક્યારેક હું વિચારું પંખી બની
ડાળ પર વસી જાઉં તો કેવું ?

અને એ ડાળ તારી જ
બારીએ નમતી હોય તો એ કેવું ?
ક્યારેક એ ઈચ્છા થાય કે
કોઈ વસ્તુ બની જાઉં
અને એ વસ્તુ તારી સૌથી
મનગમતી હોય તો એ કેવું ?
કયારેક હું વિચારું છું....

વિચારો તો સાવ અવળચંડા છે ,
એને બીજે ક્યાંય વાળું શી રીતે ?
ક્યારેક થાય કે સ્વપ્નની
દુનિયામાં જ રહી જાઉં ,
અને એ દુનિયા તારી આંખોમાં
વસતી હોય તો એ કેવું ?
કયારેક હું વિચારું છું.....

એકતા

No comments:

Post a Comment