તું મીંઢળ જેવો કઠ્ઠણ ને હું નમણી નાડાછડી,
તું શીલાલેખનો અક્ષર, ને હું જળની બારાખડી,
આસોપાલવ ફળીયે રોપ્યો., તોરણમાં હું ઝુલી,
તું અત્તરની શીશી લઇ આવ્યો, પોયણમાં હું ખીલી,
તું આળસ મરડી ઉભો, ને હું પડછાયામાં પડી,
મેં પાનેતરમાં મોતી ટાંક્યું, તેં પૂજ્યા પરવાળા,
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું, તેં પૂછ્યા સરવાળા,
તું સેંથીમાં જઇ બેઠો, ને હું પાંપણ પરથી દડી.."
•••વિનોદ જોશી
No comments:
Post a Comment