Tuesday, 10 January 2017

ગઝલ

મોટા પણાની ચાલને ચાલીને ચાલતા,
કેવા બધાને દાબમાં નાખીને ચાલતા.

જીવન પ્રયાસો આદરી બેઠા મહારથી,
શ્રમનો મહીમાં હાથમાં રાખીને ચાલતા.

કરજા વધારી જાણતા જીવી જવા સબબ,
ફરજો બધીયે ધુળમાં ગાડીને ચાલતા.

માતા પિતાના ૠણના મુલ્યો નકારતા,
બાગી બનેલી સોચને તારીને ચાલતા.

દાઘા લગાવી જાતપર ખોટા કરમ તણા ,
બાજી તમામે દાવમાં હારીને ચાલતા.

કોઠે પડેલી જીવવા સાચી સમજ છતાં,
ખોટા ઇરાદા સાધવા ધારીને ચાલતા.

માસૂમ કલામે પાકના સોગંધ ખાઇને,
આવી મળેલું હાથમાં મારીને ચાલતા.

               માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment