Tuesday, 10 January 2017

ગીત

બદલાયા એના ઝરૂખડા... બદલાઈ મોતી માળ રે...
સમરથ આવ્યા વેલડા... મલકાઈ નાની બાળ રે..

સાફો થઇને સૂરજ ઉગ્યો
ભાલે કીરણ છલકે રે...
સૌની અંદર જીવ્યાની પળ
હળવે હળવે પલકે રે...

છલક છલક એ વ્હેતું ઝરણું... છોડી સરવર પાળ રે...
બદલાયા એના ઝરૂખડા... બદલાઈ મોતી માળ રે...

ઝાડ ઉભું છે ધુમ્મસ પ્હેરી
ટહુકો થર થર ગાતો રે...
ને ઓસરીયુંથી પછીત લગ
સન્નાટો વેરાતો રે...

તન મન ધનના કુબેર ફળજો... રેજો રસ વચાળ રે...
બદલાયા એના ઝરૂખડા... બદલાઈ મોતી માળ રે...

-- નરેશ સોલંકી

No comments:

Post a Comment