આંખોના પાણી ખૂટ્યાં છે
તોપણ ક્યાં ખેંચાણ છૂટયાં છે ?
મૌન રહ્યા તે છતાં આંખમાં
વાતોના ફણગા ફૂટ્યા છે
કોઈ ગાંઠની જેમ જ દિવસો
બંધાઈ મનમાં છૂટ્યા છે
ખરતા તારાની શું કિંમત
સપના પણ આમ જ તૂટ્યાં છે
હશે ખજાના ભીતર કેવા
ગજા મુજબ સૌએ લૂંટ્યા છે
-- હર્ષ બ્રહ્મભટ્ટ
No comments:
Post a Comment