નાજુક કોઇ કવિતાની કડી સુઝી જાય
જીંદગીની જાણે મધુર પળ જડી જાય
ઉર્મિઓની વણઝાર પોઠ ભરી નીકળે
કાવ્યની ફાંટમાંથી કણિકાઓ પડી જાય
રસ કોઈ મધુર ,પ્યાલીથી પીઉં ઘટક ઘટક
પછી રોમ રોમમાં રેશમી પીંછું અડી જાય
કોઇ સપનું,કોઇ ભાસ કે કલ્પના રંગભરી
અજાયબ કોઇ દુનિયાની બારી ઉઘડી જાય
માના વ્યાસ..
No comments:
Post a Comment