Tuesday, 10 January 2017

ગઝલ

ઉઘડતી કળીની મુગ્ધતા
તમારી આંખોમાં જોઇ છે.

ઝાકળભરી સવારની  તાજગી
તમારી આખોમા જોઇ છે.

જો હસો તો ફુલ વરસશે ચોક્કસ
મૌનની આ અનોખી ભાષા
તમારી આંખોમા જોઇ છે.

પાંપણનો ભાર ઉચકી એક
વાર માંડો નજર
ચાહતની હલકી લકીર
તમારી આંખોમાં જોઈ છે..

માના વ્યાસ

No comments:

Post a Comment