Tuesday, 10 January 2017

ગઝલ

કોઇ પોતિકો મળે....
                    
દેખાવ કરવા ઘણાં મળે,
ને મળવા ખાતર મળે;
ખોટાં જુઠ્ઠા વ્હાલપનાં,
મીઠાં શ્બ્દો છળે.

ફરિયાદ કયાં જઇને કરું?
વાડ ચીભડાં ગળે;
પોતાના જાણ્યા'તા એ સૌ
સમય જોઇને વળે.

સત્યતો ભર બજારે ઊભું
જૂઠ બધે ઝળહળે;
ઓટ આવતા કોરા કાંઠા,
કંકર બધે ખળભળે.

યાદ નથી કે કોણે દીધા
ઘાવ, ના કળવળે;
મિલન કાજે થાય સવાલ
કેમે કરી દર્દ ટળે?

રૂપમાં આજ મોહીં ગયા,
શ્યામ વર્ણને સૌ હળે;
દિલની પુકારે ચૂપી છવાઇ,
પ્રીતની હેલી ટળવળે.

priti bhatt"prit"

No comments:

Post a Comment