Wednesday, 4 January 2017

ગઝલ

યાદનાં વાગે બધે ઠેબા અહીં,
એમની યાદોથી તો છેટા અહીં.

કો'ક પીવેને મળે જાણે અલખ,
કોણ લાગે આંખથી ઘેલા અહીં?

ખેલ ખાંડાનાં હવે છે હાથમાં,
પ્રેમમાં ઉતરે ભલે રેલા અહીં.

વાત રે જાણી અગમ-નીગમ તણી,
બંધ બારીને ખુલા ડેલા અહીં.

મોતની 'આભાસ' કેવી બીક છે?
ચોરની માફક ભલા પેઠા અહીં.

-આભાસ

No comments:

Post a Comment