Tuesday, 10 January 2017

ગઝલ


એક હઝલ

પ્રથમ દશકે બહુ વા'લી લાગી,
અંતે રામનામ શુ તાલી લાગી

આવી હતી ગૃહ લક્ષ્મી બનીને,
ને કરવા ખીસ્સા ખાલી લાગી.

રૌદ્ર સ્વરૂપની ઝાંખી થઈ દ્વારે,
પત્ની નહીં;પણ મા કાલી લાગી.

વિષ્ણુચક્રનો જ અહેસાસ થયો,
એક ફરફરતી જ્યાં થાલી**લાગી.

સંસાર નાટ્યનું આ કેવું મંચન !
પત્ની-લીલા બહુ નિરાલી લાગી.
-- મુકેશ દવે (અમરેલી)

No comments:

Post a Comment