Thursday, 9 February 2017

ગઝલ

Dedicated to *મંથન સર*
*_HappY AnniversarY_*
.
તારી વાતો ક્યાં કદી વિસરાય છે,
પ્રેમ તારો આજ પણ દેખાય છે.
.
વાત મારા દિલની તુજને કહું,
તું છે સંગે તો જીવન જીવાય છે.
.
શું કહું હું વાત તારા પ્રેમ ની,
સાત જન્મો નો પ્રણય વર્તાય છે.
.
કેટલો છે પ્રેમ તુજથી તો મને,
વાત દિલની રોજ ક્યાં કેવાય છે.
.
હું બન્યો રાજા ને તું રાણી બની,
આજ એવો જો અનુભવ થાય છે.
.
રાકેશ રાઠોડ "મિત્ર"

No comments:

Post a Comment