એણે પુછ્યા સવાલ ગુલાબી ગુલાબ છે.
દિલમાં મચી ધમાલ ગુલાબી ગુલાબ છે.
જાગ્યા નવા સપન તુજ રંગ્યા અધર થકી
રાતે હતી બબાલ ગુલાબી ગુલાબ છે.
વાતાવરણ મહી તું મહેંદી બની ભળી,
જીવન થયું રસાલ ગુલાબી ગુલાબ છે.
ચોપાસ સ્પર્શ થયો વલ જેવો જ તરબતર
ઈશની બધી કમાલ ગુલાબી ગુલાબ છે.
છે તુજ નયન ઉપર જળમાં દોડતા અશ્વો,
ખંડે "શગ" થઇ હલાલ ગુલાબી ગુલાબ છે.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment