Wednesday, 8 February 2017

ગઝલ

જિંદગીના આ  અટપટા સફરમાં હું એક વિસામો શોધું છું
ને સુર્યાસ્ત પછી અંધકારમાં હું મારો જ પડછાયો શોધું છું

પાપ અને પુણ્યની વાતો રહેવા દો સૌ શબ્દોના શાસ્ત્રોમાં
હું તો નીશબ્દનું એક સ્વર્ગ આ ધરતી  ઉપર જ  શોધું છુ

આ જમાનાથી મળેલ ભેટ આંસુનાં અનમોલ સૈલાબ માં
એક મનગમતી મુસ્કૂરાહટ ની ભવ્ય ને બુલંદ બુંદ શોધું છું 

તમને એકીટશે પહેલી વાર નીરખ્યા પછીતો ખબર પડી
કે તમારી જ આંખોમાં અટવાઈને હું ખુદ મુજને જ શોધું છું

કક્કો બારાખડી થી હવે આ શબ્દોના જંગલમાં અટવાઈને
એક સુંદર મૌન સુવિચારોનો વડિલ જેવો વડલો શોધું છું

આમતો કંઈ બાકી નથી રાખ્યું એકેય સંપ્રદાયનું કર્મકાંડ
હવે તથાકથિત ધર્મોમાં અટવાયેલા ભગવાન ને શોધું છું

મીરાં બની મથ્યો ને રાધા બની રડ્યો તને શોધવા "પરમ"
હવે ખુદ પોલી વાંસળી બની ઈ "પાગલ" શ્યામને શોધું છું

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment