Wednesday, 8 February 2017

ગીત

કવિતા

સપનાનું બાળપણ

બાળક તારું વિશ્વ રૂપાળું,
   તારું અદ્દભુત સુંદર સર્જન રે...

ના કોઈ ચિંતા, ના કોઈ ફિકર,
    ભોળપણ બાળપણ તારું રે...

પા-પા પગલી કરતો થયો તું,
    પકડી આંગળી માં-બાપની રે..

સાતતાળી રમે મિત્રો તારા,
    ઘરમાં તું ક્યાં છુપાયો રે...

આભ જેટલા સપના તારા,
    માંગે વિશ્વ આખું રે...

બાળ હૃદય માં સમાયા પ્રભુ
    નટખટ હાસ્ય તારું રે....

હાથમાં માંગે સુરજ ચાંદો તું
   થાળી માં તેનો પડછાયો રે....

પ્રેમની ભાષા તારી કાલીઘેલી,
     મીઠડી વાતો હવે તારી રે...

માંગુ અરજ તારી પાસે પ્રભુ
    ના ખોવાય બાળપણ મારૂં રે...

રૂપાલી ચોકસી " યશવી"

No comments:

Post a Comment