ભવ સાગરમાં ચકરાયો છે
ભંવરમાં એ સપડાયો છે
પર્વત પરથી પડતો માણસ
શીલા નામે પડઘાયો છે
ભમરો ગુંજન કરતાં થાકે
પુષ્પો ખીલે, મલકાયો છે
નભસૂરાહી ઢળતી જાયે
સુખનો આસવ છલકાયો છે
પીડા કેરાં હર પગરવ પર
ઝાંઝરમા એ ઝણકાયો છે
રેતીનાં રણ પાર કરીને
મૃગજળમાં એ ભરમાયો છે
ઇશ્વરનો પુરાવો એવો
જો ઝાકળમાં પડછાયો છે
ગાગર છલકે ચુનરી ભીંજે
પડછાયે એ ખરડાયો છે
ઘૂંઘટ પાછળ મુખડું મલકે
ચાંદો જોઇ શરમાયો છે
પૂર્ણિમા ભટ્ટ. "તૃષા"
No comments:
Post a Comment