Thursday, 9 February 2017

અછાંદસ

હું
હું જ છું
એય કઈ
ઓછું નથી,
તું જ તું છે,
એ કઈ ખોટું નથી..
આમેય આપણા વચે
કઈ મનમેળ નથી
તુ પાછળ ફરી
ના જોઈશ
જીંદગી ની રાહ
બદલાઇ ચૂકી છે
મને એજ રસ્તે
ચાલવા નો હરખ
હજીય નથી
નદી ના કિનારા
આમેય મળતા જ નથી
અને મળે તો
લાગણી નુ પાણી
વહેતું જ નથી
હું હું જ છુ
તુ પણ તુ જ છે
એ કઈ ખોટું નથી ....

શ્યામા"જયશ્રી ....

No comments:

Post a Comment