*_ગઝલ_*
*_૫ / ૨ / ૨૦૧૭_*
જીંદગીની રીત જો સમજાય,તો સારું હવે.
પ્રેમથી થોડુ ઘણું જીવાય તો સારું હવે.
આજ ભીતર મુજ મહી આ નાદ જે ગુંજી રહ્યો.
આતમા મારો હવે હરખાય તો સારું હવે.
સાધકોની જેમ મે પણ સાધના સઘળી કરી.
સંત સાથે નામ જો વખણાય તો સારું હવે
કેટલા યુગો થયાં ભટકે ગગન આ જીવ પણ
જીવ કેરી જાત જો દેખાય તો સારું હવે.
આજ ભ્રમણા સર્વ ભાંગી આતમા ભેટ્યો મને.
આ પરમ આત્મા મને પરખાય તો સારું હવે.
*_હર્ષ. " સાથી "_*
No comments:
Post a Comment