Thursday, 9 February 2017

ગીત

જીવનસંગની તારુ યોગદાન અતુલ્ય છે
તારો સાથ આ ભવનો બહુ અમૂલ્ય છે
                           જીવનસંગની તારું.......
સારી નરસી સઘળી  એ આદતોને અપનાવી
તૂફાને ડોલતી મારી આ નાવની બની તું નાવી.
તારા વિના સઘળું બધું સર્જન શૂન્ય છે
                          જીવનસંગની તારું.......

લાગણીઓને તારી મેં સદા અવગણી છે
મારા કરતા જવાબદારી તારી બમણી છે
 ના સમજ રહ્યો હું શુ પાપ ને  પૂણ્ય છે
                          જીવનસંગની તારું.......

-સર્જક

No comments:

Post a Comment