*ગઝલ*
સંગાથ આવીને ઘણો અે દૂર થઈ ગયો
જો ને જરા,હું કેટલો મજબૂર થઈ ગયો
રડતાં નયન બેઈંતહા જોયા મને કરે
જો ને જરા,હું કેટલો મજબૂર થઈ ગયો
આવી રહી રે અે જશે આ ઈશ્કના સિતમ
કેવો હતો હું! દુઃખથી ભરપૂર થઈ ગયો
એવું કહું શું હું તને કે તું હસે જરા?
અડકી મને તું આમ તો,હું નૂર થઈ ગયો
કે ચાંદનો કટકો જરા તૂટી,બની પરી
એ આજ તારા નામથી મશહૂર થઈ ગયો
-મેઘરાજસિંહ પરમાર
No comments:
Post a Comment