તમે કેવા છો ઈશ્વર ઓળખી જાશે.
કરેલા કર્મ સૌ સામા મળી જાશે.
મરણનો ડર હવે શાને સતાવે છે?
ખુદા તારી પથારી પાથરી જાશે.
જતા રો આપ મારા હાલ પર છોડી,
બહું રોકી, હવે આંખો રડી જાશે.
ઉતાવળ છે સમયને શીદ બેઠા છો,
ઉપાડો ઠાઠડી જલ્દી, સડી જાશે.
મરણ વેળા મને ખુલ્લો મુકી દેજો,
ખબર મળતા સનમ દર્શન કરી જાશે.
...પ્રશાંત સોમાણી
No comments:
Post a Comment