Tuesday, 11 April 2017

ગઝલ

ગઝલ
ગાલગાગા ,  ગાલગાગા,   ગાલગા

જાણભેદુ       કાફલાને      લૂંટશે,
ઝાંઝવાઓ    જીવતરને   ચૂંથશે.

છો   રૂપાળાં ;  રૂપને   સંભાળજો,
સમય ,   રૂપાળી    ક્ષણોને ચૂંટશે.

રામનો   હો  આશરો,  કે  જામનો,
અંત  વખતે   શ્વાસમાળા   તૂટશે.

હાથની   રેખા   ભલે   હો  ફાંકડી,
અધવચાળે  કૂપ   જળના ખૂટશે.

પ્રેમમાં    છોને   ઉદાસી    સાંપડે,
સાંજ ; પોતે  ખબર અંતર પૂછશે.

કોણ  ઝબકાવી ગયું  છે  આખરે ?
ઉપવને   કોયલ    મધુરું   કૂકશે .

ને  અશ્રુઓથી  છલકાઈ ઓઢણી,
'કાંત ' ખરતા,નયનને તો લૂંછશે.
                      ***
-'કાન્ત'

No comments:

Post a Comment