ગઝલ :- નિરાલી રમત.
--------------------
જો રમત આખી નિરાલી થઇ ગઇ .
એ અમસ્તી સાવ ખાલી થઇ ગઇ.
શ્વાસનું સગપણ થયું છે યાદથી ,
ગાલ પર ઇચ્છાના ,લાલી થઇ ગઇ
આપનુ આ સ્મિત છે સંજીવની ,
આંખની જાહોજલાલી થઇ ગઇ
મેં કહી જ્યાં વાત મારા પ્રેમની ,
એમની પણ હાથતાલી થઇ ગઇ.
કેટલું પામ્યો તને ચાહી , છતાં,
લોક બોલે પાયમાલી થઇ ગઇ.
દર્દ આહો પ્રેમમાં જ્યાં જ્યાં થયા ,
એ ઇબાદત ને કવ્વાલી થઇ ગઇ.
- દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment