Tuesday, 11 April 2017

અછાંદસ

ટપકતું આંસુ હસ્યું છે
સમયે એને કસ્યું છે.
બતાવી દર્દોને લાગે છે
એને કે બરાબરનું ફસાયું છે.
સરનામે વહ્યું લાગતું
પણ અંજાન થઈને કોઈ હસ્યું છે.
આંખોનું આ હીર
ક્યાં કારણ આપી ટપક્યું છે?
અથડાતી નઝારો વચ્ચે
ક્યારેક હસતું...ક્યારેક રડતું...
ક્યારેક સુકાતું....
આંખોમાં ખાઈ બનીને પડ્યું છે.
છે ખારું બેશક "નીલ"
આ આંસુ આજ ખ્યાલ બનીને વરસ્યું છે.
ચોમાસુ હેતનું હવે ક્યાં લાગે તરસ્યું છે??
     રચના: નિલેશ બગથરીયા
             "નીલ"

No comments:

Post a Comment