*રચીલે*
ખેલ બધાં તું આજ રચીલે,
બાકી હો' તે કાજ રચીલે.
આવે મળવાં ચાંદો હોંશે,
રાત સુહાગી નાજ રચીલે .
સાજન ઘેલું આ મનડું થ્યું ,
વ્હાલા પ્રિતના સાજ રચીલે.
કયાં કોઈને વાડ નડે છે,
નીત નવા રીવાજ રચીલે.
દુખ છે સાવ નસીબે તો તું,
સુખ તારું એમા જ રચીલે.
કાજલ કાંજિયા 'ફિઝા '
9/2/2017
No comments:
Post a Comment