Thursday, 9 February 2017

ગઝલ

ડચકા ઉજાસ ખાશે ત્યારે રડી પડાશે
જ્યારે દીવો બુઝાશે ત્યારે રડી પડાશે

એ વ્રુક્ષને મેં પાણી પાયું છે આજ હાથે
એ વ્રુક્ષ પણ કપાશે ત્યારે રડી પડાશે

છે માની ગોદ જેવો ખોળો હજી તો ખુદનો
ખુદથીય મન ઘવાશે ત્યારે રડી પડાશે

હમણાં બધી બપ્પોરો પડછાયો પી રહ્યો છે
પડછાયો પણ રીસાશે ત્યારે રડી પડાશે

આછી તિરાડ થઇ છે અંદરના ઓરડામાં
છતમાં સુરાગ થાશે ત્યારે રડી પડાશે

જે ગીત પર ટકી છે મારી ઉદાસ રાતો
એ ગીત કોઇ ગાશે ત્યારે રડી પડાશે
@નારાજ

No comments:

Post a Comment