પાંખ ફફડાવી અને ઊડી ગયા,
યાદ મમળાવી જરા રૂઠી ગયા.
વરસતાં એ વાદળો આભે ચડ્યા,
આંખમાંથી આંસુ થઈ છૂટી ગયાં.
શબ્દની માયા ગઝલમાં ચાલતી,
ધાર કાઢીને કલમની ઘૂંટી ગયા.
નાંવ હંકારી હરી માજી થયા ,
હાથ જાલી સાગરે કૂદી ગયા.
શાનમાં એ જ્ઞાન આપી જો 'ફિઝા'..
શ્યામ આજે પણ તને લૂંટી ગયા.
કાજલ કાંજિયા 'ફિઝા '
6/8/2016
No comments:
Post a Comment