યુગ યુગથી જોને તરસ્યું મુજ હૈયું .
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું .
હતી પ્યાસ કેવી જબરજસ્ત મારી ,
પિવડાવી તેં ઘૂંટે ઘૂંટે ચાહત તારી ,
ખિલખિલાટ જોને , કેવું હસ્યું મુજ હૈયું .
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું .
વહાલના વહાવ્યા દરિયા તેં પ્રિયતમ ,
ખુશીઓના લૂટાવ્યા ખજાના તેં સનમ ,
તેથી તો , તુજ દિલમાં વસ્યું મુજ હૈયું .
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું .
તમારી મુગ્ધ અદાઓને કરવાં છે નમન ,
લૂટાવી દીધી મસ્તી ને ખીલી ઊઠ્યો ચમન ,
ઉમંગે જોને , મનભરીને નાચ્યું મુજ હૈયું .
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું .
ડાઘ તો છે તમારા અત્તર છાંટેલ રુમાલના ,
તમે પણ છો ને જાદુગર કમાલના ,
જોયું કેવી મસ્ત નજરે વાંચ્યું મુજ હૈયું ,
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું .
મન મૂકીને નાચ્યાં , રાખી કંઇ ન કસર ,
આ જે છે તે , તારા સંગની છે અસર ,
કેટલા વર્ષો બાદ , આજ મલક્યું મુજ હૈયું .
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું .
આંખોમાં રમે છે ' જશ ' પંખીઓ હસીનાં ,
ચહેરા પર મારા ખીલ્યાં છે ગુલાબ ખુશીનાં ,
ભાવનાં આંસુઓથી , કેવું છલક્યું મુજ હૈયું ,
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું .
યુગ યુગથી જોને તરસ્યું મુજ હૈયું ,
લાગણીનો મેઘ બની વરસ્યું મુજ હૈયું .
જશુ પટેલ
૦૧-૦૩-૨૦૧૭
યુ.એસ.એ.
No comments:
Post a Comment