શીતલ બેનની ગઝલ પરથી બનેલ તરહી રચના
મારો જ તો સહવાસ છે તું,
તારો ઉચ્ચશ્વાસ છું હું.
આમ રઝડતો ના મૂક મને,
તારી જ આસપાસ છું હું.
નથી ક્યાંય દેખાતો હું નિર્જીવ છું,
છતાં પણ તારો ખાસ છું હું.
અટકી જાવ ક્યાંક હું હ્રદયમાં
મર્યા પછીનો તારો આભાસ છું હું.
વિદાય લઈશ જીવનની અંતિમ ક્ષણમાં
મળીશું બીજા ભવ એવો વિશ્વાસ છું હું...
રૂપાલી ચોકસી °યશવી"
No comments:
Post a Comment