🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
ડૉ..જેતપરિયા સાહેબના આભાર સહ
નવરાશ
એક મૂઠ્ઠી નવરાશ
ગજવે ભરીને,
ઊભા મારગે ચાલતાં,
એક વિચાર બોલ્યો:
'કયાં છે નવરાશ ?'
નવો જમાનો છે,
તને ખબર છે ? '
કામ હવે ચાલવાનું
ચાલવું પડશે;
કેલેરી બાળવા
પરસેવો પાડવા
જાત સંભાળવા,
કામ પડતું મૂકી
ચાલવા લાગીએ
થાકી પાકી
બાંકડે બેસીએ,
હવે સૂરજ
નવરાશ ભણી જવાનો,
હવે શિશુઓનો
ખિલખિલાટ શમી જશે
આરતીની ઝાલર પહેલાં
પક્ષીઓ ઘર ભણી,
ખિસ્સામાં પડેલી નવરાશ
હવે અણીયાળી થશે,
અને
અા મન કહે-
ચાલ ભેરૂ ! કામ ભણી,
પછી
મુઠ્ઠી નવરાશ ભણી.
'દાજી '
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
No comments:
Post a Comment