કવિતા લખવા બેસુતો
આંખે આવી જાય છે પાણી
લાગે છે મન મુકી શબ્દોને
ફુટી છે સરવાણી.
જાણે હૈયાની હવેલીએ આવી કોઇ રાણી. લાગે છે મન મુકી શબ્દોને
ફુટી છે સરવાણી.
ફુટેલા દર્પણની વાતો સાંભળીએ પણ
શાને જોયા કરે છે એ ગોફણ સળગતા દિવાની શોધમાં સૌ ફરે પણ દિવા પાછળ અંધાર ની શું હશે કહાણી જાણે હૈયાની હવેલીએ આવી કોઇ રાણી. લાગે છે મન મુકી શબ્દોને
ફુટી છે સરવાણી.
ઘેઘુર વૃક્ષનું આવી બન્યું છે
કે કોઈ જાણી ગયું છે એની છાયા મઘમઘતાં ફુલોની ચાદર ઓઢી કોણ આવી વાત લઇ મલકાયા
લાગણીની સોડમ ફુટતા લાગે 'સહજ'
મારી વાત હવે કોઇને સમજાણી જાણે હૈયાની હવેલીએ આવી કોઇ રાણી. લાગે છે મન મુકી શબ્દોને
ફુટી છે સરવાણી.
કવિતા લખવા બેસુ તો
આંખે આવી જાય છે પાણી.
-વિપુલ પંડ્યા 'સહજ'
Tuesday, 7 March 2017
અછાંદસ
Labels:
વિપુલ પંડ્યા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment