માણસાઈમાં પૂળો મૂકાય એ પહેલાં;
જાગવાનું લાગણી સૂકાય એ પહેલાં.
ચેતી જાવાનું જ મિત્રો શબ્દ વાપરતાં;
દુખતી નસ કોઈની દુખાય એ પહેલાં.
આ જગતમાં મિત્રતાથી શું વધારે છે?
ઝૂકી જાવાનું તરત ઝૂકાય એ પહેલાં.
ઉન્નતિ સૌ કોઈની સાચે જ થઈ જાશે;
કોઈને ઉગારવું; ડૂબાય એ પહેલાં.
ઝેર પણ અમૃત સમું ઔષધ બને ત્યારે---
પી જવું વખ કોઈ તમને પાય એ પહેલાં !
૧૨:૪૫ ----- ગુણવંત ઉપાધ્યાય
૦૩૦૩૨૦૧૭
No comments:
Post a Comment