કંઈ ના સાંભળવુ, કશું ના બોલવું
જે ગયું પ્રગટી તે સઘળું ગોપવું
છોડ બે સાથે ઊગેલા હોય તો
પાન એનું તો કદી ના તોડવું
પ્રેમ માં પડવું નહિ એના કદી
છે બહુ અઘરું આ પિંજર છોડવું
એ ફરી ને મૂળ સ્થાને આવશે
ને પછી અટકી જશે આ દોડવું
મેં ચરણ પકડ્યા તો બોલ્યા સાયબો
ખોયું હો એવી જગાએ શોધવું
...સ્નેહી પરમાર
No comments:
Post a Comment