Tuesday, 7 March 2017

ગઝલ

--+ દેવાનું થયું +--

આ અરીસે જાત જોવાનું થયું,
"ખો" પછી ખુદને જ દેવાનું થયું!

બસ વિચારોમાં રહ્યાં છે જીવતાં,
એ વિચારોને જ રોવાનું થયું.

હું ઉગામી જાણું અસ્ત્ર - શસ્ત્રને,
પણ; સ્વજનથી મારે લડવાનું થયું.

કોઈ હાથેથી ફકીરી લઈ ગયું!
એટલે કંગાલ બનવાનું થયું!

થાય આરેથી પરત મોઝા "નફસ"
આજીવન એથી તરસવાનું થયું.
   @નરેન્દ્ર મકવાણા "નફસ"

No comments:

Post a Comment