Tuesday, 7 March 2017

ગઝલ

ગઝલ

આગને બાળતી નમી થઈ ગઈ
રાખ ભેગી હવે જમીં  થઈ ગઈ

વન વસંતે મને ગમે તેવી
પાંદડે-પાંદડે અમી થઈ ગઈ

નોટ ખોટી નફો નકામો છે!
માપ રાખેલ ! કૈ કમી થઈ ગઈ

જો ! મળેલી હવા દજાડે છે!
જીવતી જાત જોખમી થઈ ગઈ?

તો પછી ? આજ-કાલ ધારેલી!
લાગણી ! કેમ મૌસમી થઈ ગઈ !

શોક ! વૈરાગનો ભરેલો છે!
જે કફન સેજ ! રેશમી થઈ ગઈ

રોગચાળો ફરી વળેલો છે
એ કબરમાં જ મમી થઈ ગઈ

જાગૃતિ મારુ  "જાગુ " મહુવા
તા-07-03-2017
સમય:8:30 રાત્રે

No comments:

Post a Comment