જો કહે તો સૂર્યને ચડતો મૂકું
મધ્યરાત્રીએ સખત તડકો મૂકું
આવરણ તું હું મહીં કયાં આવશે
તોય કે તો હોય તો પડદો મૂકું.
માનવી સમજાય ના આખો કદી
લાવ સમજણ કાજ હું અડધો મૂકું
આગ લાગી જાય છો ને આભમાં
શબ્દ આજે કોઈ ધગધગતો મૂકું
છો વહી જાતી ઇ ગમતાં મારગે
લાગણીનો ઢાળ હું ઢળતો મૂકું
એમ કાંઈ કોઇ પૂછે તો નહિં
તે છતાં હું પ્રશ્ન સળવળતો મૂકું
જોવું 'શબનમ' કોણ આવે પાસમાં
ચાલ કોઈ વિઘ્નનો તણખો મૂકું !
-શબનમ
No comments:
Post a Comment