Tuesday, 7 March 2017

ગઝલ

આજની તરહી પરથી......
     *પ્રેમની વાવણી*
*............................................*

જુલ્ફ પણ આજ છાવણી થઇ ગઇ,
આ ક્ષણો આજ આપણી થઇ ગઇ.

મૌન હોઠે ,નયન ઇશારે,પણ,
પ્રેમની આજ વાવણી થઇ ગઇ.

આંખને આંખમાં પરોવી જ્યાં,
પાસની વસ્તુ વેગળી થઇ ગઇ.

પ્રેમ કયોૅ ચકોર થઇ તેને,
પ્રેમમાં આજ ચાંદની થઇ ગઇ.

રાત હું ,ને સવાર તે ,સાંજે,
ભેદ રેખા આ પાતળી થઇ ગઇ.
-સંદિપ પટેલ"કસક"
(ગાલગાગા લગા લગાગાગા)

No comments:

Post a Comment