🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
કવિતા આવે રે અણધારી
નજર નજરની વચ્ચે કે બે ધબકારાની વચ્ચે કે ભીડભીડની વચ્ચે ખૂલે બારી રે અણધારી
શબદ અરથની પાટ વચાળે દળાય દરણું છૂટા હાથે, ખરખર ખરતા સાંધી જાય એ સૂરી,
વિસ્તરતાં જે સહરા વચ્ચે ઈધર ઉધર તરસ્યા, શોક શ્લોક થઈ ઘટમટ આવી જાય હજૂરી.
તે અંધારાં આ અજવાળાં વચ્ચે પરગટ લગભગ ઝગમગ તાર સાર ગ્રહતી પકડે રે પોકારી.
નજર નજરની વચ્ચે કે બે ધબકારાની વચ્ચે......
નીતરતાં નેવામાં ટપકે, ભીના ટહૂકે મોભે સોનેરી પીંજરિયાં લવકે ને ત્યાં પાર જઈને રસ્તે છલકે,
તરફડતી માછલિયું તટપર લૂંબેઝૂંબે ઝબકી આંખે,
ફૂલડું તરસ્યું, પાન, ડાળને મૂળ મારગડે રેઢી મલકે.
સાત દરિયા પાર જઈને ચીંધે રે ગોફણિયાં વીંઝી કહેણે,ગમતી વેળાની છાંયા ઓઢી નીકળે બ્હારી.
નજર નજરની વચ્ચે કે બે ધબકારાની વચ્ચે.......
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
No comments:
Post a Comment