Wednesday, 1 March 2017

ગઝલ

આમ તેમ ના જો આંખો મિલાવ
દરવાજો છે જ ને બારી ના ખખડાવ

અંદરથી આમ પણ બહુ દુઃખી છું
બસ છોડ હવે આંખેથી ના રડાવ

મારી બધી વાતો તો જગજાહેર છે
અંદરની તારી ઈચ્છાઓ સંભળાવ

બધાની સામે ખૂબ ભીડી છે બાથ તે
પોતાની જાતને સત્ય સાથે ભીડાવ 

અડધું થયું છે આમ ક્યાં થાકી ગયા
મજાનું છે જીવન અમથું અકળાવ

છે ખુશી તારી અંદર જ તપાસ્યું નથી
નાહકની આમ જાત બહાર ના રખડાવ
હિમાંશુ મેકવાન
૦૧.૦૩.૧૭

No comments:

Post a Comment