Tuesday, 7 March 2017

ગઝલ

જાત સાથે કેવો ટેવાઇ ગયો
આજ પાછો સાવ રેલાઇ ગયો

ગોતવા આજે ગયો તો એકલો
શોધતા પેલા જ ખોવાઈ ગયો

બોલ હાસ્યથી ભરેલા જાણતા
હોઠ મારો આજ મલકાઇ ગયો

વાત ફેલાવો નહીં અફવા થકી
આંખનો વિસ્તાર  ફેલાઇ ગયો

કોણ જોવા જાય છે ખાલી કુવા
એકલો હું આજ શોષાઇ ગયો
     
    
              આકાશ

No comments:

Post a Comment