સવારે ઢળી જાય એવું બને.
નિશામાં ભળી જાય એવું બને.
બધી ઘાત આ અગ્નિથી ક્યાં હતી;
બરફથી બળી જાય એવું બને.
થશે ચાંદ આ રાત પર હાવી તો;
સૂરજ પણ ગળી જાય એવું બને.
ઉજાસે સૂરજ ક્યાંક ખોવાય તો;
તિમિર આ મળી જાય એવું બને.
ખરી પડશે એ આસ દેખાડીને;
સિતારા છળી જાય એવું બને.
*-સર્જક*
*(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)*
No comments:
Post a Comment