Tuesday, 7 March 2017

ગઝલ

ગમતા લખાયા જેમણે લેખો જનમ તણા,
દીધા જગતને એમણે ફતવા કરમ તણા.

જગમાં ખુદાના નામના ડંકા વગાડતા,
ફરજો વિસારી જીવતા બંદા ધરમ તણા.

રાખે બધીયે હક તણી સાચી સમજ છતાં,
મનના વિકારે છોડતા રસ્તા હરમ તણા.

આદમ થવાના ઓરતૈ કરતા ઇબાદતો,
સપના નિગાહે રાખતા બાગે અદમ તણા.

તોડી સમયની ઐકતા ધ્રુણા પ્રસારતા,
માસૂમ જલાવી જાણતા તણખા અલમ તણા.

               માસૂમ મોડાસવી .

No comments:

Post a Comment