આ આંધીઓ તો જાલિમ જમાનાની આજે પણ એજ છે
ને એક અખંડ જ્યોત અને આપણા બે હાથ આજે પણ છે
રાહત ક્યાં કદી આપે છે કોઈ ઘડી આ જમાનો પ્રેમીઓને
મહોબ્બતમાં તો સજાઓ વગર ગુનાની આજે પણ એજ છે
મોત ને વહાલું કરી લઈશ પણ મોંઘેરા હાથ નહિ ફેલાવું
આવશ્યકતા સમજી શકું તો રહેમ ખુદા ની આજે પણ છે
દફનાવી ચુક્યો લાશોને સઘળી અધૂરા અરમાનોની આજે
મારી વર્તમાન માં જીવવાની ખુદ્દારી અકબંધ આજે પણ છે
કેફિયત મારી તમે ન સમજી શકો તો એમાં હું શું કરી શકું ?
બાકી કહેવાની રીત તો મારી આ જ હતી જે આજે પણ છે
મારી બે-ગુનાહી સાબિત તો હમણા જ કરી દઉં "પરમ"
પણ "પાગલ" તારી બદનામી ની બીક મને આજે પણ છે
ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)
No comments:
Post a Comment