એક તોફાન અંદર પછી થઇ ગયું,
આપણી વચમાં અંતર પછી થઇ ગયું.
આ નયનથી અશ્રુઓ ન નીકળ્યાં ભલે,
પણ હૃદય સંગે મરમર પછી થઇ ગયું.
આ જખ્મોથી કદી ક્યાં રહ્યાં ખાલી પણ,
આ પ્રણયથી મને ડર પછી થઇ ગયું.
જ્યાં દિવાલો સંબંધોની તરડાઇ ગઈ,
ઘરની બાહર સદા ઘર પછી થઇ ગયું.
કોઇ કાળે મરણ આવશે જાણ થઇ!!
જિંદગીમાં આ હરહર પછી થઇ ગયું.
@@ "જયલા" @@
No comments:
Post a Comment