Tuesday, 18 April 2017

ગઝલ

ગઝલ

"એ ટાણે"

કરમ ની એવી તો કઠણાઈ હતી એ ટાણે
દુખો ની વચ્ચે પણ હરીફાઇ હતી એ ટાણે

સાવ તમે હવે મને લાગણીહીન તો ના કહી શકો
રમત બધી એની સાથે જ રમાઈ હતી એ ટાણે

એ કારણે નફરત તમારી દીલ પર છવાઈ ગઈ
કે પ્રેમ મા બધાના નરી બેવફાઈ હતી એ ટાણે

એ રાતે સ્વપ્નમા પણ એનો હાથ છુટી ગયો
વેદનાઓ એ હદે રીઝાઈ હતી એ ટાણે

"ગોપાલ"દુખ ના આગમન મા ખાસ અસર નો'તી
બસ હસવાની રીત બદલાઈ હતી એ ટાણે

કોટક ધાર્મિક " ગોપાલ "

No comments:

Post a Comment