Tuesday, 18 April 2017

ગઝલ

કયારેક દુનિયા સાથે ટકરાવુ પડશે,
જીવવુ હશે તો વટલાવુ પડશે.

અહીં ઉગી જવાનું નહીં સંભવી શકે,
મોટા થવુ હશે તો ખેંચાવુ પડશે.

ઍકા'દ બે છાંટા થી કંઈ નહી વળે,
પ્રેમમાં આખેઆખા ઉલેચાવુ પડશે.

જમાનો ગુણવત્તા જોઈને કિંમત આપે છે,
અફસોસ આપણે સસ્તામાં વેચાવુ પડશે.

પ્રત્યેક જણ શંકર ન બને ત્યાં સુધી,
ઍક શંકર ને જ ઝેર પાવુ પડશે.

બીજાની તું શું આસ રાખે 'દિપક',
તારે જાતે જ મન ને બહેલાવુ પડશે.

- દિપક ઠાકર

No comments:

Post a Comment