Tuesday, 18 April 2017

ગઝલ

ચાલું પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માંગી રે પેન,
છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન.

પેપરના રણમાં તો અક્ષરના લશ્કર એવા જનુનથી જજૂમે,
એ ટાળે છોકરીની રીફીલની સાહી તો છેક જઈ તળીયાને ચૂમે.
વીંજે હવામાં પેન આમતેમ છોકરી ને છોકરાને પડતું નહિ ચેન.

ચાલું પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માંગી રે પેન.

કુંડળ કવચ જેમ આપી દે કર્ણ એમ છોકરાએ પેન એને દીધી,
ચકલી જેમ પીપમાંથી પાણી પીવેને એમ ત્રણ કલાક છોકરીને પીધી.

ઓળુંકી ઊનાળું એક્ઝામમાં છોકરાની ચારે પા વરસે છે રેન.

ચાલું પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માંગી રે પેન,
છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન.

*અનિલ ચાવડા*

No comments:

Post a Comment