થઈ જાય છે અમથુ બધું કોઈ કારણ નથી હોતુ,
વિરહની વેદનાનું મીલન સીવાય કોઈ મારણ નથી હોતુ.
આ હ્રદય તો વર્ષોથી માંગે છે પ્રેમના બે બુંદ,
કોઈની તરસમાં બેહાલ માત્ર રણ નથી હોતુ.
બોલીને હું પાળી નાં શકયો દુખ નથી ઍ વાતનું,
લોકો પણ બોલે છે તેવુ તેમનું આચરણ નથી હોતુ.
આ જગત બળીયાઑનું હવે લાગવા લાગ્યુ મને,
અહી હાથીને મણ છે પણ કીડી ના ભાગે કણ નથી હોતુ.
હદથી વધારે દુખોમાંથી કોઈક તો બચાવે,
લાગે છે હવે કે સાવ અમથુ મરણ નથી હોતુ.
- દિપક ઠાકર
No comments:
Post a Comment